Tuesday, January 28, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું

દાહોદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે એક રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન આજ રોજ તા.૨૪/૦૩/૨૦૧૮ શનિવારે કરવામાં આવ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ભારત સરકારના ગુજરાત એકમ દ્વારા દાહોદ જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર, આર.પી.સરોજ પત્ર સૂચના કાર્યાલય ભારત સરકારના એડીશનલ ડિરેકટર જનરલ અને ડેપ્યુટી ડિરેકટર નવલ પરમારની ઉપસ્થિતિમાં આ રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓ અને પત્રકારો ઉપસ્થિત રહયા હતા.  આ વાર્તાલાપનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અમદાવાદ દ્વારા કરાયું હતું

પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ બ્યુરો, અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ આર. પી. સરોજ દ્વારા પત્રકારત્વ અને મીડિયાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ગુજરાતમાં પ્રથમ વખત અને એ પણ દાહોદમાં આ કાર્યક્રમ થયો તેથી હું દાહોદના મીડિયા કર્મીઓનો આભાર માનું છું. અને જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર એ જણાવ્યું હતું કે વાર્તાલાપ એટલે દ્વિ-પક્ષીય સંવાદ અને લોકશાહીના 4 સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકા છે જે દેશના વિકાસ અને ગતિ માટે લોકઉપયોગી યોજનાઓ પોતાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી અને દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

ત્યારબાદ સતીશ મોરીએ ગ્રામીણ પત્રકારત્વમાં અસરકારકતા માટે શું કરી શકાય તે અંગે દાહોદના પત્રકારો સાથે ચર્ચા કરી હતી પત્રકારત્વ માટે વોટ્સઅપ જેવા માધ્યમો કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું,  ત્યારબાદ દૂરદર્શન અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેકટર (ન્યૂઝ) ઉત્સવ પરમારે આજના બદલતા સમયમાં પત્રકાર માટે ટેકનોલોજી અને સોશ્યલ મીડિયા કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ઉદાહરણ સહિત માર્ગદર્શન આપ્યું હતું. અને ત્યારબાદ  રમેશ તન્ના કે જે આર.એ.એ. પોઝિટિવ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ચેરમેન છે તેમણે કલોલ  ગ્રામીણ પત્રકારત્વ અને હકારાત્મક પત્રકારત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે તલવાર કરતાં પણ કલમમાં તાકાત વધારે છે વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે જો હકારાત્મક વિચારની અસર થતી હોય તો હકારાત્મક સમાચારોની પણ એટલી જ મોટી અસર થાય છે.

વધુમાં દાહોદ નગર પાલીકા ના કાર્યકારી ચેરમેન પ્રશાંત દેસાઈએ  દાહોદમાં સ્વચ્છતા માટે હાથ ધરેલા પ્રયાસો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા  આ ઉપરાંત ગામોના વિકાસ માટે પત્રકારો પાસેથી સૂચનાઓ પણ આવકાર્યા હતા. આમ જુદા જુદા ટોપિક ઉપર દરેક મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું હતું.

3 કલ્લાક ચાલેલા આ વૉર્કશોપમાં રૂરલ જર્નાલીઝમ અને ત્યાંના લોકોની સમસ્યાઓ વિશે અને યોજનાઓ છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચાડવી તેની તજજ્ઞોએ માહિતી પૂરી પાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments