THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૦૩/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ ભગવાનના વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે બપોરે મહાપૂજા ત્યારબાદ એક ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા ભરત વાટિકા થી નીકળી નેતાજી બજાર ત્યાંથી ગાંધી ચોક થઈ ગૌશાળા, હનુમાન બજાર થઈ પરત ભરત વાટીકા પહોચી હતી. શોભાયાત્રાના સમાપન બાદ મહા આરતીનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, APMC ના ચેરમેન કનૈયાલાલ કીશોરી, સુધીરભાઈ લાલપુરવાળા, લક્ષ્મણ રાજગોર, વિનોદ રાજગોર, નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અભિષેક મેડા તથા સમસ્ત બ્રહ્મ સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો સર્વે જોડાયા હતા તથા ત્યારબાદ ભોજન પ્રસાદીનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.