THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે તા. /૧/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની ૧૫મી ભવ્ય રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જયારે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન શુભદ્રા ફરીથી દાહોદ નગરની ચર્યાએ નીકળવાના છે, ત્યારે તેમની તૈયારીઓને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાના કારણે ખોરંભે પડેલા ઉત્સવો ફરીથી પરંપરા સાથે ઉજવાઈ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. જેને લઈને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, PI વસંત પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાના ભાગ રૂપે તમામ પોઈન્ટો ઉપર તેમજ જાહેર જગ્યાઓ ઉપર અને ભગવાન જગન્નાથની યાત્રા દાહોદ શહેરના જે પણ રાજમાર્ગો પરથી પસાર થવાની છે તેવી તમામ જગ્યાઓ ઉપર ચપ્પા ચપ્પા પર પોલીસ તૈનાત રહેશે. જેથી શહેરમાં ટ્રાફિકની અડચણ અને વિખવાદ ઉભા ના થાય. તેને લઈને પોલીસે દાહોદમાં રથયાત્રાના રૂટો ઉપર ફ્લેગ માર્ચ યોજી રીહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેશે. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
HomeDahod - દાહોદદાહોદમાં ભગવાન જગનનાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે રાજમાર્ગો પર...