Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયું ૩૦૦૦ સક્રિય સભ્યોનું એક વિશેષ સંમેલન

દાહોદમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયું ૩૦૦૦ સક્રિય સભ્યોનું એક વિશેષ સંમેલન

દાહોદમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયું ૩૦૦૦ સક્રિય સભ્યો નું એક વિશેષ સંમેલન. પ્રદેશ પ્રમુખ વરચૂલી રહ્યા લાઈવ અને સક્રિય સભ્યોની મહેનત અને કિંમત ઉપર ખૂબ ઉપયોગી વક્તવ્ય આપ્યું.

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં દાહોદ શહેર ખાતે 5મી એપ્રિલે દાહોદ જિલ્લાના 3000 ઉપરાંત સક્રિય સભ્યો, પેજ સમિતિ અને બુથ સમિતિના કાર્યકર્તાઓનું સંમેલન ગુજરાતના ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાથી છે. આપણે નિષ્ઠાથી કામ કરીશું તો સી.આર. પાટીલ સાહેબે જે ૧૮૨ની નેમ લીધી છે તેની ઉપર આપણે સક્રિય કાર્યકર્તા પ્રમાણિકતાથી આ કામ પાર પાડી શકીશું. આપણી કેન્દ્ર અને ગુજરાત સરકારની ૨૫૬ જેટલી યોજનાઓ છે જેવી કે નરેગા, રૂપી, આંગણવાડી, વીમા રૂપી કવચ, બેટી બચાઓ બેટી પઢાઓ, આરોગ્ય ની યોજનાઓ , કિસાન યોજના, યુરિયા ખાતર, વીજળી કિશાન સૂર્યોદય યોજના, બિયારણ, બાળ વિકાસ અને મહિલા વિકાસ જેવી દરેક યોજનાઓના લાભ સરકારે વગર માંગે આપ્યા છે આપે છે અને આપતી રહેશે એ આજ આપણી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે બીજું ઉદ્યોગ ક્ષેત્ર, અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થી ભ્રષ્ટાચાર ડામી દેવાયો છે અને દાહોદના અમુક વિસ્તારમાં પાણીની કમી છે તેનું પણ કામ ચાલી રહ્યું છે અને આવનાર દિવસમાં તે પૂર્ણ કરશે. વિધવા સહાય, ગંગા સ્વરૂપ માતાઓની સહાય , રોજગાર આપવા માટેની યોજનાઓ, કોરોના કાળ દરમિયાન મફત રાશન આવી બધી દુર્લભ યોજનાઓ સરકાર આપી અને જન જન ની સુખાકારી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

આ પ્રસંગે દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાન સભાના દંડક રમેશભાઈ કટારાએ પણ કાર્યકર્તાઓમાં જોશ ભર્યું હતું અને દાહોદની ટીમ મજબૂત બનવા માટે અને આપણે આપણી પાર્ટીના ઉમેદવારો જંગી જીત આપવા માટે મહેનત કરવાની છે. જિલ્લા પ્રભારી હંસા કુંવર બા વાઘેલા એ જણાવ્યું હતું કે આવતી કાલે ભારતીય જનતા પાર્ટીનો જન્મ દિવસ છે તો ભારતીય જનતા પાર્ટી નો જન્મ જે હેતુ હતો અને શ્યામ પ્રસાદ મુખરજીની જે ઈચ્છા હતી તે આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ એ પૂરી કરી છે. તેમજ જિલ્લાના અને શહેરના તમામ મંડળના પદાધિકારીઓ જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર , મહામંત્રી નરેન્દ્રભાઇ સોની તથા સંગઠનના દાહોદ જિલ્લા અને શહેરના હોદ્દેદારો અને ૩૦૦૦ જેટલા સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments