પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજીટલ ઘડીયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનીક સાધનો લઇ જવા પર પ્રતિબંધ
ગુજરાત માથયમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ ૧૦ (S.S.C) ધોરણ-૧૨ (H.S.C) વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ તથા પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓના પરીક્ષા સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
- દાહોદ જિલ્લામાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનોનો થતો દુર ઉપયોગ રોકવા સારૂ તા.૨૬/૦૨/૨૦૨૬ના થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનાર ધોરણ-૧૦ (S.S.C) તથા ધોરણ-૧૨ (H.S.C) વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના પરીક્ષા દરમ્યાન જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર થતી ગેરરીતીઓ અટકાવવા માટે (સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી) પરીક્ષા સમય સંચાલન સમય સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
- પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ કરતા સમયે પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજીટલ ઘડીયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનીક સાધનો ઉપર પ્રતિબંધ છે.જેથી આવા સાધનો/સાહિત્યો સાથે પ્રવેશ કરી શકશે નહી કે સાથે પણ લાવી શકશે નહી.
- આ હુકમ સરકારી કચેરીઓનાં ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી
- પોલીસ સ્ટાફ પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરવાનો રહેશે નહી.
- પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગી થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
- પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તથા ફરજ સોંપેલ અધિકારી/કર્મચારી સિવાય પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
- પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.
અમલવારીનો સમય અને વિસ્તાર: – આ જાહેરનામું તા.૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ સુધી સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે.
નોંધ: – આ હુકમનો ભંગ અથવા ઉદાંઘન કરનાર શખ્શ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજવતાં પોલીસ કોન્સટેબલ તથા તેનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ દાહોદ નિવાસી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા જાહેરનામાં થકી જણાવાયું છે.


