Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં રાજપૂત સમાજ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજ શેખાવતની હાજરીમાં શસ્ત્ર...

દાહોદમાં રાજપૂત સમાજ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજ શેખાવતની હાજરીમાં શસ્ત્ર પૂજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું

 

 

 

દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે એક અલગ આયોજન કર્યું હતું. દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આ વખતે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર રાજપૂત સમાજનું શસ્ત્ર પૂજનનું આયોજન કરવાવ્યું હતું. આ પ્રસંગે દાહોદ રાજપૂત સમાજ દ્વારા અખીલ ભારતીય કરણી સેનાના ઉપપ્રમુખ રાજ શેખાવતના હસ્તક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શરુ કરાવવામાં આવ્યો હતો. અને સમગ્ર રજપૂત સમાજે ત્યાં શસ્ત્ર પૂજન કર્યું હતું.

ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા દાહોદ નગરમાં બાઇક રેલી યોજી જય ભાવની, જય મહારાણા પ્રતાપના ગગન ભેદી નારાઓ સાથે દાહોદના રાજમાર્ગો ઉપર ફરી અને પરત પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજ દાહોદના અંગેવાનો ભરત સોલંકી, મહેશ રાઠોડ, અનિલ રાજપૂત, દ્વિપેન્દ્રસિંહ સીસોદીયા, બાપુસિંહ રાઠોડ, જગદીશસિંહ રાઠોડ તેમજ રાજપૂત સમાજના બહારના અન્ય તાલુકાઓમાંથી આવેલા રાજપૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજયા દશમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments