દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ S.O.G. શાખાના P.I. ડી.ડી. પઢીયારે એક યાદીમાં જણાવ્યું છે કે, દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ એક આરોપી પાસેથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ નોટ રૂપિયા ૫૦૦ દરની સિરિયલ નંબર 9HR 298521 કુલ ૨૬૯ નોટોનો મુદ્દામાલ મળી આવ્યો છે. જો કોઇ વ્યક્તિ પાસે આ સિરિયલ નંબરની ડુપ્લીકેટ નોટ હોય તો મોબાઇલ નંબર ૮૩૨૦૬૮૩૯૦૩ ઉપર સંપર્ક કરવા P. I. ડી. ડી. પઢિયારે જણાવ્યું હતું.
દાહોદમાં રૂ.૫૦૦ ની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો, પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી
RELATED ARTICLES