દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ 2 દર્દીઓએ આ મહામારીને હરાવતા આજે તે બન્નેને રજામાં આપવામાં આવી હતી. આ બન્ને દર્દીઓ છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ હતા અને એ દરમિયાન બન્નેએ કોરોનાને હરાવ્યો છે. હવે કુલ 06 એક્ટિવ કેસ છે. દાહોદના 28 વર્ષના પ્રિત દેસાઇ અને અલીઅસગર ગરબાડાવાલાને કોરોના વાયરસ લાગું પડતા અહીંની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બન્ને કેસ એસ્પ્ટોમેટિક હતા. સિવિલ હોસ્પિટલના તબીબ ડો.મોહિત દેસાઇ અને તેમની ટીમે આ બન્ને દર્દીઓને સતત નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. 10 દિવસ બાદ આ બન્ને દર્દીઓએ કોરોના વાયરસને હરાવી દેતા સરકારની નવી પોલીસી મુજબ આજે બંને દર્દીઓને રજા આપવામાં હતી. ત્યારે હોસ્પિટલના કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વિદાય આપી હતી.
દાહોદમાં વધુ 2 દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી અપાઇ રજા
RELATED ARTICLES