THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે MNR એજ્યુકેર એકેડમીનો પ્રારંભ આજે તા.૦૬/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ થયો. આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાનાં વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, સંત રતનશ્રી દયારામજી મહારાજ પીપલખુટા, આમિલ સાહેબ દાહોદ દાઉદી વોરા સમાજ, ફાધર પોલરાજ, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, સુધીર લાલપુરવાલ, APMC ચેરમેન કનૈયાલાલ કિશોરી, પર્વતભાઇ ડામોર, પ્રશાંત દેસાઈ, રાજેશ સહેતાઈ, વગેરે આમંત્રિતો હાજર રહ્યા હતા. ડાયસ પર પધારેલા તમામ અમંત્રિતોએ MNR એજ્યુકેર એકેડેમી તથા નરેન્દ્ર સોની, રવી પંચોલી અને તેઓની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી બને એવા આશિર્વચન પાઠવ્યા હતા.
આ સંસ્થામાં ધોરણ – ૬ થી ધોરણ – ૧૦ ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, ધોરણ – ૧૨ પછી NEET / JEE / GUJCET જેવા કોર્સની કોચિંગ સરળ અને આધુનિક પદ્ધતિ થી અભ્યાસ કરાવવામાં આવશે. અને તેના અત્યાધુનિક વર્ગખંડો તથા રમણીય વાતાવરણમાં આજ રોજ આ એકેડેમીનો શુભારંભ થયો હતો.