શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર તથા શ્રી રામભક્ત રામ રોટી મંડળ ના સંયુક્ત પ્રયાસ થી દાહોદ પંડિત દીન દયાલ ઓડીટોરિયમ ખાતે શ્રીમદ્દ ભગવત ગીતા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે
દાહોદ ગોવિંદ નગરમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટનાં પંડિત દિન દયાલ ઓડીટોરિયમ ખાતે તા. 26 તથા 27/05/2024 આ બે દિવસ દ્વિદિવસિય શ્રીમદ્દ ભગવત ગીતા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ્દ ભગવત ગીતા જ્ઞાનામૃતના મંગળ વક્તા સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ (શ્રીધામ વૃંદાવન) નો લાભ લેવા સૌ દાહોદ ની ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો.
આ શ્રીમદ્દ ભગવત ગીતા કથામૃતમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, દાહોદ શહેર ભાજપના અગ્રણીઓ તથા શ્રીસંત કૃપા સત્સંગ પરિવારના અને શ્રીરામ રોટી પરિવારના સભ્યો તથા દાહોદ શહેરના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.