KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લામાં કેન્દ્રિય ભાજપની સરકારને ત્રણ વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં દાહોદ ગોવિંદનગર સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે “સબકા સાથ સબકા વિકાસ” ના બેનર હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી PSU યોજનાઓને આજે ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે દાહોદ જેવા પછાત અને આદિવાસી જિલ્લામાં પણ સરકારે 39,760 કે.વાય.સી. ના ઓનલાઇન રેજીસ્ટ્રેશન પૈકી 30,220 જેટલા કે.વાય. સી ક્લિયર કરી નાખ્યા છે અને એટલા લાભાર્થીઓને લાભ આપ્યો છે. અને બાકી રહેલ લાભાર્થીઓને પણ ટૂંક સમયમાં લાભ આપી દેવામાં આવશે. મંત્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે જયારે મને સંસદની ટિકિટ મળી હતી ત્યારે પત્રકારોએ મને પ્રશ્ન કર્યો તો કે તમે શું કરશો જીતીને તો જણાવ્યું હતું કે હું મારા જિલ્લાનો વિકાસ કરીશ અને મારા ભાઈ બેહનો અને માતાઓ જે જિલ્લા બહાર ના જાય તેના માટે પ્રયત્ન કરી અને ખેતી માટે પાણી અને અન્ય યોજનાઓ લાવીશ અને આ બધુજ અમારી ભાજપની સરકારે ત્રણ વર્ષમાં કરીને બતાવ્યું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા જિલ્લા માટે કદી કોઈ વસ્તુની ના નથી પડી અને 1000 દિવસમાં 100 કરોડની યોજનાઓ આપી દીધી છે અને હજી પણ જિલ્લા માટે તૈયાર છે. મુખ્યમંત્રી રૂપાણી ની સરકાર પણ આપણા જિલ્લાની ખુબજ ચિંતા કરે છે અને હાલમાંજ 2050 કરોડની યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
જસવંત સિંહે તેમ પણ કહ્યું હતું કે અમે ભૂતકાળની ચર્ચાઓ માં પાડવા જ નથી માંગતા જેઓ 70 વર્ષ સુધી પ્રજાને પીવાનું પાણી ના આપી શકે અને પૂરતી વીજળી ના આપી શકે તેમની વાતજ કરવી ખોટી છે. હું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધન્યવાદ કરું છું કે તેઓ આપણા જિલ્લાની ચિંતા પોતે કરે છે અને માત્ર ચીંતા જ નહિ જરૂરિયાતની તમામ યોજનાઓનો લાભ આપણે અપાવે છે.