Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતદારોના પ્રોત્સાહન હેતુ પોસ્ટ કાર્ડ લખી નવતર...

દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતદારોના પ્રોત્સાહન હેતુ પોસ્ટ કાર્ડ લખી નવતર અભિયાન ચલાવવામાં આવ્યું

મતાધિકારએ પ્રત્યેક નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ છે. સમગ્ર દાહોદ જિલ્લો જયારે આવનાર લોકસભા ચૂંટણીને લઈને સમગ્રતયા તૈયારી સાથે ઉત્સુક તેમજ આતુર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તમામ મતદારો મતદાન અચૂકપણે આપે તેમજ આ રાષ્ટ્રીય પર્વમાં પોતાનો મહત્વનો ફાળો આપે એ હેતુસર સ્વીપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતાધિકાર એ દરેક મતદાર નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. નવા મતદારો, મહિલાઓ તેમજ ૮૦ થી વધુ વયના મતદારો ચૂંટણી લક્ષી પોતાની ફરજ અને પોતાના મત માટેના અધિકાર સમજે એ હેતુથી ઉપરાંત તેઓ અચૂક પણે મત આપે એ માટે તેઓને પ્રોત્સાહન આપવા હેતુ દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજ ખાતે નવતર અભિગમ અપનાવાયો હતો. જેમાં સ્વીપ અભિયાન હેઠળ ઝોનલ ઓફિસરશ્રી એમ. એ. શેખ દ્વારા દાહોદના નવ યુવા મતદારો તેમજ ૮૦ થી વધુ વયના મતદારો ૧૦૦ ટકા મત આપે એ હેતુથી તેઓને ૪૦ જેટલા પોસ્ટ કાર્ડ ચૂંટણી લક્ષી સંદેશા સાથે વિવિધ શેરીઓ તેમજ મહોલ્લાઓમાં જઈને ૮૦ થી વધુ વયના વડીલોને અને નાના વેપારીઓને રૂબરૂ મળીને આપવામાં આવ્યા હતા. આ પોસ્ટ કાર્ડમાં ચૂંટણીને લગતા વિવિધ ચિત્ર, સૂત્ર તેમજ સંદેશા લખવામાં આવ્યા હતા. જેમાં મતદાન માટેના લોગો, મતદાનની તારીખ તેમજ મતદાનની મહત્વતા દર્શાવતા સંદેશ આપવામાં આવ્યા હતા.

તા.૭મી મેના રોજ ગુજરાત રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટેની ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવેલી આ એક નવી પહેલ હતી. જેનો મૂળ આશય યુવા મતદારો, ભાવિ મતદારો, ૮૦ થી વધુ વયના મતદારો તેમજ ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ નવ યુવા મતદારો પોતાની ફરજ પ્રત્યે સતર્ક થાય તેમજ લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો મત આપી આ રાષ્ટ્રીય પર્વમાં મહત્વનો ભાગ ભજવે એ રહ્યો છે.

ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે અને રાષ્ટ્રીય મહાપર્વ છે. જેમાં મતાધિકાર એ નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન દિવસ નિમિત્તે દરેક મતદાતા પોતાની ફરજ નિભાવે એ હેતુથી આ લોકસભાની ચૂંટણીમાં નવા મતદારો પ્રથમ વખત પોતાનો કીમતી મત આપીને મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે માટે રૂબરૂ મળીને તેઓને પોસ્ટ કાર્ડ થકી મતદાન અંગેના સંદેશ આપવાની નવતર પહેલ કરવામાં આવી હતી.

ચૂંટણી કર્મયોગીઓ મતદાન પ્રક્રિયા બાબતે સમગ્ર દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં પ્રેક્ટીકલ અને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીને લગતી વિગતે માહિતી આપી રહ્યા છે. સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે પૈકી શાળાઓ અને કોલેજોમાં રેલીઓ, પોસ્ટર્સ, સૂત્રો, મિટિંગ, વિવિધ કાર્યક્રમો, બાળ સંસદ અને ચુનાવ પાઠ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચૂંટણીની મતદાન પ્રક્રિયા બાબતે પ્રેક્ટીકલ અને પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments