THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા થી દાહોદના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું બીજા દિવસે દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાની, શૂટિંગ બોલ (વોલીબોલ) નું સિટી ગ્રાઉન્ડ ઉપર અને ત્રિવેણી સંકુલ ઉપર કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતુ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 75 ટીમો ભાગ લેવાની છે , શૂટિંગમાં 25 ટીમ અને 8 ટીમ કબડ્ડીમાં ભાગ લેશે. આ સ્પર્ધાઓથી દાહોદની ખેલ પ્રતિભાને વધુ બળ મળશે અને નવી પ્રતિભાઓ બહાર આવશે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, ઝોન મહામંત્રી કનૈયા કિશોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ , દાહોદ ઝોન પ્રભારી ભરતસિંહ સોલંકી, સેવા સદનના પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર મહામંત્રીઓ તેમજ અન્ય હોદ્દેદારો અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.તમામ કાર્યક્રમનું સંચાલન ખેલ મહાકુંભના જિલ્લાના ઇન્ચાર્જ નીલકંઠ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.