આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા થી દાહોદના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલી ને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન ના દિવસે દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ (સિટી ગ્રાઉન્ડ) ખાતે આજે તા.૨૦/૦૬/૨૦૨૨ ને સોમવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સમ્રાટ ઇલેવન અને દેવ. બારીયા સ્ટેટ ઇલેવન નામની બે ટીમો વચ્ચે રમાઇ હતી. જેમાં સમ્રાટ ઇલેવન ટીમ ૯ વિકેટે વિજેતા થઈ હતી.
સમ્રાટ ઇલેવનના ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી
ત્યાર પછી રમતવીરોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા ટીમો ને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મુજબ ટ્રોફી, શિલ્ડ અને સર્ટિફિકેટ દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, વિધાનસભાના દંડક રમેશ કટારાના વરદ્ હસ્તે આપવામાં આવ્યા હતા. જેમાં મેડલ અને શિલ્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓથી દાહોદની ખેલ પ્રતિભાને વધુ બળ મળશે અને નવી પ્રતિભાઓ બહાર આવશે. તદુપરાંત દાહોદ જિલ્લાના SSC અને HSC ના દાહોદની તમામ શાળાના વિદ્યાર્થીઓને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને સાલ ઓઢાડી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
દાહોદની સમ્રાટ ઇલેવનના ખેલાડીએ ચોગ્ગો ફટકારતાં દાહોદ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ દ્વારા ચોગ્ગાનું પ્લેકાર્ડ બતાવી આનંદ દર્શાવ્યો.
આ પ્રસંગે ગુજરત વિધાનસભાના દંડક રમેશ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ નેહા કુમારી, ઝોન મહામંત્રી કનૈયા કિશોરી, સ્નેહલ ધરિયા, તથા શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, ભરતસિંહ સોલંકી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, મહામંત્રીઓ તેમજ અન્ય હોદ્દેદારો તથા અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.