THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદમાં મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે તા.૧૬/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. વધુમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૦૬/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ થી તા.૧૪/૧૧/૨૦૧૯ ને ગુરુવાર સતત ૦૯ દિવસ સુધી વ્યાસપીઠ પરથી પ. પૂ. ગિરિબાપુ દ્વારા શિવકથાનું અમૃત રસપાન કરવામાં આવશે. જેના ભાગ રૂપે એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ રિતેશ ભાટીયા, મંત્રી શીતલબેન પરમાર, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, તથા અન્ય કારોબારી સભ્યો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .આ પત્રકાર પરિષદને મહર્ષિ ચેરિટેબલ ટ્રસ્ટનાં સલાહકાર બોર્ડના અધ્યક્ષ ડો. ત્રિપાઠી દ્વારા સંબોધવામાં આવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે આપ પત્રકાર મિત્રોને અહીંયા બોલાવી પત્રકાર પરિષદ કરવાનો ખાસ હેતુ એ છે કે દાહોદ તથા આસપાસના ગામના ભક્તો આ શિવકથાનો ભરપૂર લાભ લે અને મોટી જનમેદનીમાં ભાવિ ભક્તો આવે અને કથાનો લાભ લે તથા આકસ્મિક સંજોગોના કારણે કથાનુ સ્થળ બદલેલ છે.
શિવકથાનું સ્થળ RTO ઓફિસ, પાસે મહેન્દ્ર શોરૂમની સામે, ઇન્દોર બાયપાસ રોડ ખાતે રાખવામાં આવેલ છે.