દાહોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દાહોદ માહિતી ખાતા દ્વારા જર્નાલીસમ નો એક સેમીનાર યોજાયો જેમાં આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્યના અધ્યક્ષ સ્થાન હતું। જયારે અતિથી વિશેસ તરીકે પંચમહાલ જીલ્લાના જાણીતા ડૉ.રાજેશ વણકર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પંચમહાલ માહિતી ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેન્દ્ર રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ ઉપર દાહોદના નાયબ માહિતી નિયામક નલીન બામણીયા પણ ઉપસ્થિત હતા. આ સેમીનાર માં દાહોદના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોલેજ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ આને હતો. આ પ્રસંગે રાજેશ વણકરે પ્રેસ મીડિયા ની શરૂઆત ક્યારે અને કેવી અને કેમ આવી તે તમામ બાબતે કર્યું હતું અને જણાવ્યું હતું કે મીડિયા દુનિયાનું સૌથી તાકાતવર હથિયાર છે પરંતુ એનો ઉપયોગ કોણ કરેછે અને કેવી છે તે મહત્વનું છે.સારો ઉપયોગ વિકાસ કરાવે અને નર્સો વિનાસ. આ પ્રંગે પંચમહાલ ના નાયબ માહિતી નિયામકે પણ ટૂંકમાં વક્તવ્ય આપ્યું હતું અને ત્યાર બાદ અધય્ક્ષ એવા આર્ટસ કોલેજ ના આચાર્ય એ પણ પોતાનું પીરસ્યું હતું અને હકારાત્મક અભિગમ મીડિયા એ રાખવો જોઈએ તેવો જણવ્યું હતું.2 ચાલેલા આ સેમીનાર નું બપોરે 12વાગે સમાપન થયું હતું. પણ ખરેખર આવા સેમિનારો થી પત્રકારોનેજ નહિ પરંતુ અન્ય લોકોને પણ લાભ થતો હોય છે.
આ સેમીનારમાં મુખ્ય મુદ્દો સરકારની યુવા સ્વાવલંબી યોજના નો રહ્યો હતો અને દરેક વક્તાઓએ આ યોજના ના જુદા જુદા મુદ્દાઓ ચર્ચા માં લઇ અને સરકારની આ યોજના ની માહિતી પહોચાડી હતી. જેથી મીડિયા ના માધ્યમ થી આ યોજનનો લાભ લેવામાં છેવાડાનો કોઈ પણ વ્યક્તિ વંચિત ના રહી જાય