Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ આર.ટી.ઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ 2024 અંતર્ગત માર્ગ અકસ્માતના ભોગ...

દાહોદ આર.ટી.ઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ 2024 અંતર્ગત માર્ગ અકસ્માતના ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

ઇન્દોર અમદાવાદ હાઇવે ગરબાડા ચોકડી નજીક RTO કચેરી દ્વારા વિશ્વ સંભાંરણા દિવસ 2024 માં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા વાહન ચાલકો જે મૃત્યુ પામેલા હોય તેવા વાહન ચાલકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં નગરજનો તેમજ઼ RTO અધિકારીઓએ પ્રતિજ્ઞા લીઘી હતી કે કોઈપણ માર્ગ અકસ્માત સમયે અથવા અકસ્માત બાદ હું તુરંત જ મદદ કરીશ અને સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી મદદ માટે બોલાવીશ અથવા ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મદદરૂપ થઈસ. હું ગુડ સમરીટન અને માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ, તેમજ માનવીની મહામુલી જિંદગી બચાવીશ, અને હું મોટર સાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટર કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરીશ. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરું. તેમજ હિટ એન્ડ રન માં અકસ્માતના ભોગ બનનાર ને વળતર આપવા માટેની હિટ એન્ડ રન 2022 વિશે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને જાણકારી આપીશ અને આવા અકસ્માતના ભોગ બનનારને આ સ્કીમ નો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ.

આ કાર્યક્રમમાં આર.કે.પરમાર સિનિયર RTO ઇન્સ્પેક્ટર, એન.સી.પટેલ., RTO ઇન્સ્પેક્ટર.એલ.એલ. રાડા, RTO ઇન્સ્પેક્ટર આર બી ચાવડા, RTO ઇન્સ્પેક્ટર. પી એસ આઇ ઘાઘોટીયા ડી.પી.પરમાર, સી.એસ. વસાવા, 108 ના મેનેજર ધર્મેન્દ્રભાઈ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ. સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Byte – આર.કે. પરમાર, સીનીયર મોટર વ્હીકલ ઇન્સ્પેકટર, RTO દાહોદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments