KEYUR PARMAR DAHOD
દાહોદ આર.ટી.ઓ. ખાતે બે પૈડાવાળા વાહનો માટે ૮ મી નવેમ્બરથી નવી સિરીઝ શરૂ થશે નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકો જોગ દાહોદ:ગુરૂવારઃ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દાહોદ ખાતે ટુ વ્હીલર વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે તા. ૦૮/૧૧/૨૦૧૬ થી GJ20AE-0001 થી 9999 સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જે વાહન માલિકો પોતાના નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા હોય તેઓએ વાહનના જરૂરી દસ્તાવેજો તા. ૦૭/૧૧/૨૦૧૬ સુધી રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર માટે સીલબંધ કવર ઓફરની રકમના ફક્ત એક ડિમાન્ડ ડ્રાફ્ટ બિડાણ કરવાનો રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટ SBI તથા BOB ના રજૂ કરવાના રહેશે. કવર ઉપર વાહન નંબર દર્શાવવો નહીં. વાહન ખરીદ કર્યાના બીલની તારીખ તથા વિમાની તારીખ જે વહેલી હશે તે દિવસથી ૩૦ દિવસની મુદત બહારની અરજી ગ્રાહ્યરાખવામાં આવશે નહીં. વધુમાં જણાવવાનું કે ગોલ્ડન તેમજ સીલ્વર સિરીઝમાં સ્પેશ્યલ નંબર લેનારને વાહન ખરીદીના ૬૦ દિવસની મુદત ગ્રાહ્ય રાખવામાં આવશે જેની નોંધ લેવાદાહોદ જિલ્લાના મોનીટરીંગ પબ્લીકને દાહોદ ઇન્ચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, શ્રી ડી.એલ.પટનીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.