દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાય હતી એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ ક્લાસ રૂમમાં આશરે 250 જેટલા ઓફિસરોની ટ્રેનિંગ યોજાઇ હતી. તેમજ સચિવને પણ આ ટ્રેનિંગમાં બેસાડવામાં આવ્યા હતા. આ ટ્રેનિંગમાં તેઓને મતદાન મથક ઉપર પહોંચ્યા પછી કેટલા વાગે મતદાન શરૂ કરવું, મતદાન શરૂ કરતાં પહેલાં મશીન અને ફેટ મશીનના સીલ ચેક કરવા, સીરીયલ નંબર ચેક કરવા અને આ ઇવીએમ મશીન અને વિવિપેટ મશીન તેઓના મતદાન મથકનું છે તેની ચકાસણી કરવી અને મતદાન શરૂ થયાની 5 – 10 મિનિટ પહેલા તમામ મશીનરી રેડી કરી અને કેવી રીતે તૈયાર રહેવું, જેથી મતદાન મથક ઉપર સમયસર મતદાન શરૂ થઈ શકે અને મતદાન મથક ઉપર આવેલ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને મતદાન પછી સીલ કરેલ મતદાન યંત્ર, વિવિપેટ અને ચૂંટણીના કાગળો સીલબંધ પેકેટો જમાં કરવાની અને તેની પહોંચ મેળવવાની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની રહશે. આમ આ તમામ મુદ્દાઓનું શિસ્તબધ્ધ રીતે અનુકરણ કરી અને સારી રીતે અને શાંતિથી મતદાન પૂર્ણ થાય તેનું પુરેપુરે ધ્યાન રાખવાનું રહેશે.
આ ટ્રેનિંગ કાર્યક્રમમાં દાહોદ નાયબ ચૂંટણી અધિકારી એન.બી રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, DEO દામા, TPO જીજ્ઞાબેન અમૃતિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Byte > > મનોજ મિશ્રા, દાહોદ મામલતદાર