EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં ગત રોજ સવારમાં દાહોદ જિલ્લા સમહર્તા શ્રી જે. રંજીથકુમાર જિલ્લા સેવા સદન તેમની કચેરી (ઓફિસ) એ ગાડીમાં જતા હતા ત્યારે તેમણે એક વ્યક્તિને રસ્તા ઉપર ઘસાડાઈ ઘસાડાઈને ચાલતા જોયો તો કલેકટરશ્રી જે.રંજીથકુમારે તેમની ગાડી રોકવી આ અપંગ વ્યક્તિની સાથે વાતચીતમાં આ વ્યક્તિએ કલેક્ટર સાહેબને કહ્યું કે મારી પાસે ટ્રાઇસિકલ ખરીવા જેટલા રૂપિયા નથી ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીએ તે વ્યક્તિને જિલ્લા સેવા સદન તેમની ઓફિસે લાઇ ગયા હતા અને ત્યારબાદ આ અપંગ વ્યક્તિમાટે ડિઝાસ્ટર ખાતામાં વાત કરી અને તેના માટે એક ટ્રાઇસીકલ મંગાવી તેને ભેટમાં આપી હતી.
જ્યારે જિલ્લા કલેક્ટર સાહેબ જોડે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમને કહ્યું કે મેં તો ફક્ત સૂચના જ આપી છે. આપણા સંવેદનશીલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી રમેશભાઈ ખાંટ અને તેમની ટીમેં તુરંત જ કાર્યવાહી કરી ટ્રાઇસિકલ આપી અને હવેથી ટ્રાઇસિકલ અને વ્હીલચેર ડિઝાસ્ટર સેલ (ખાતા) રાખવામાં આવશે કે જેથી દિવ્યાંગ અરજદારને સરળતાથી સંબંધિત કચેરીએ જઈ શકે આ વ્હીલચેર કે ટ્રાઇસિકલ મેળવી શકે. આમ જિલ્લા કલેક્ટરશ્રીએ ગરીબ વ્યક્તિની મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.