દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે આંતરરાષ્ટ્રીય મહીલા દિનની ઉજવણી કરવામાં આવી પ્રદેશ મહિલા મોરચા અને જિલ્લા મહિલા મોરચાની તેમજ વિવિધ પ્રદેશના મહિલા પદાધિકારીઓ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા ની સૂચના અનુસાર દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી માનનીય ડૉ. દિપીકાબેન સરડવા ની અધ્યક્ષતામા મહિલા મોરચા મધ્ય ઝોનના પ્રભારી કામિનીબેન સોની, જિલ્લા સંગઠન પ્રભારી હંસાકુવરબા અને જિલ્લા સંગઠન પ્રમુખ શંકરભાઈ અમલિયાર તથા દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેનની પ્રેરક ઉપસ્થિતિમા વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી અને સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ-૨૦૨૩ થી સન્માનિત કરવાનો કાર્યક્રમ દાહોદ પ્રસંગ – ૨ પાર્ટી પ્લોટ ઉપર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે મહિલા મોરચા ગુજરાત મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ દિપીકાબેન સરડવા એ જણાવ્યું હતું કે આ મહિલા સશકિતકરણ નો યુગ છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓની દરેક ક્ષેત્રે ભાગીદારીને અગ્રીમતા આપી છે એ પછી સંસદ હોય, કે શિક્ષણ કે પછી વહીવટી તંત્ર દરેક સ્તરે મહિલાઓને સરખી ભાગીદારી આપીને તેમના પોતાના પગભર થઈ પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવાની તક આપી છે. અને જેના ભાગ રૂપે મહિલાઓ વિવિધ ક્ષેત્રે જેવા કે વકીલ, ડોક્ટર, શિક્ષિકા, ક્રિકેટ, બોકિસંગ, કુસ્તી, રાજકીય તેમજ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બની પોતાના પરિવાર ની સાથે દેશનું ગૌરવ વધારી રહી છે એટલે આપણે સૌ આજે અહી એકઠા થયા છે અને એવી બહેનો જેમને ગૃહસ્તી ની સાથે સાથે સમાજમાં પણ પોતાનું વિશિષ્ટ યોગદાન આપી રહી છે તેવી બહેનોનું આપણે સન્માન કર્યું છે અને તે માત્ર દાહોદ જિલ્લા માટે નહિ પરંતુ રાજ્ય અને દેશ માટે ગર્વની વાત છે.