દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ ભારત અંતર્ગત નશામુક્તિ દિવસની ઉજવણી ચિલ્ડ્રન હોમ દાહોદ ખાતે કરવામાં આવી હતી.
આ અવસરે બાળકોમાં નશામુક્તિ વિશે જાગુક્તા કેળવાય તે ખુબજ જરુરી છે. સાથો સાથ નશામુક્તિ અભિયાનમાં સહભાગી બની આપણા પરિવાર, સમાજ, રાજ્ય અને દેશને નશામુક્તિ બનાવવાના ભારત સરકારનો અભિગમ છે. ઉપરાંત નશામુક્તિ ભારત અભિયાન અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી એસ.કે. તાવીયાડ, લિગલ કમ પ્રોફેશ્નલ ઓફીસર એ.જી. કુરેશી, સંસ્થાના રાકેશ પ્રજાપતિ, ભરત પંચાલ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી / કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.