દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડાના દરેક સમાજમાં રજીસ્ટર થયેલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, આ તમામ વિદ્યાર્થીઓ માટે તદ્દન નિઃશુલ્ક GPSC CLASS – 1, 2 અને 3 ની “મોક પરીક્ષાનું એટલે કે GPSC જે રીતે થીયરી એક્ઝામ લે છે, તેના જેવી જ એક્ઝામનું આયોજન તા.૧૯/૦૬/૨૦૨૨ને રવિવારના રોજ રાજકૃપા નર્સિંગ કોલેજ, ગરબાડા ચોકડી, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.
આદિજાતિ પટેલીયા સમાજ રજીસ્ટ્રેશન નંબર A – 3333 વડોદરા અને સમર્થ ગુરુકુલમ (સિવિલ સર્વિસ અને ડિફેન્સ સર્વિસ) ના સંયુક્ત પ્રયાસથી અનુભવી શિક્ષકો દ્વારા 100 માર્કનું જનરલ નોલેજનું પેપર દોઢ કલાકનું રાખવામાં આવ્યું અને ત્યારબાદ એક કલાક કોમ્પિટીટીવ એક્ઝામ માં શું વાંચવું, કઈ રીતે વાંચવું અને પરીક્ષામાં શું ધ્યાન રાખવું તેના વિશે નિષ્ણાંત શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને તરત જ રીઝલ્ટ ડિકલેર કરવામા આવ્યું અને પ્રથમ 3 નંબર ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા.
ઉપરોક્ત પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ માર્ગદર્શન આપવા માટે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી (IAS ) એ હાજરી આપી અને પ્રશ્નોત્તરી ના જવાબો પણ આપ્યા હતા. પરીક્ષાર્થીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે તે માટે સુંદર બેઠક વ્યવસ્થા રાજ કૃપા નર્સિંગ કોલેજના ડોક્ટર નિતેશ બારીયા અને સ્નેહલભાઈ મેકવાન અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓને ચા-નાસ્તાની વ્યવસ્થા તેમજ અમદાવાદ અને વડોદરા થી આવેલા શિક્ષક ટીમની જમવાની વ્યવસ્થા ડોક્ટર શૈલેષ રાઠોડ “શૈલેષ સર્જીકલ હોસ્પિટલ”, દાહોદ દ્વારા કરવામાં આવી હતી
પરીક્ષા લેવાના મુખ્ય હેતુ એ હતો કે, આ પરીક્ષા મોક પરીક્ષા હતી એટલે કે આ પરીક્ષા અસલ GPSC ની પરીક્ષા જેવી જ હતી પરંતુ આ પરીક્ષા આપવાથી પરીક્ષાર્થીને ઓરીજનલ એટલે કે અસલ પરીક્ષા આપવાનો અનુભવ મળશે તેમજ પરીક્ષાર્થીને નાની નાની ભૂલો સુધરશે અને વધુ માર્ક લાવવા માટે કઈ રીતે મહેનત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે લોકો આ પરીક્ષા આપે અને થિયરી પરીક્ષા પાસ થયા પછી તમને ભવિષ્યમાં ઓરલ એટલે કે મૌખિક પરીક્ષા માટે પણ અલગથી માર્ગદર્શન આપવામાં આવશે તેવી પણ બાહેંધરી આપવામાં આવી હતી.