KEYUR PARMAR DAHOD
દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આપત્તિ વ્યવસ્થાપન, ગેઇલ ઇન્ડીયા કંપની લિ, દ્રારા ઇન્ડીયન ઓઇલ કંપની, ભારત ગેસ કંપની લી.ના સંયુકત ઉપક્રમે પાઇપલાઇન દુ:ર્ધટના અને આપત્તિ વ્યવસ્થાન ઉપર જિલ્લા કલેકટર શ્રીએલ.પી.પાડલીઆના અધ્યક્ષ સ્થાને પ્રસંગ પાર્ટી પ્લોટના હોલ ખાતે પરિસંવાદ યોજાયો હતો.
આ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી શ્રી એલ.પી.પાડલીઆએ ડિઝાસ્ટર ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે જાહેર સલામતી જળવાય તે માટે આવા જાગૃતિ સેમિનાર ખૂબ જ જરૂરી છે. લોકોમાં જાગૃતિ લાવવા માટેનો આ સેમિનાર છે. ગેઇલ ઇન્ડીયા કંપનીની પાઇપલાઇનો વડોદરાથી શરૂ થઇ દાહોદ જિલ્લામાંથી પસાર થઇ રતલામ સુધી જાય છે. ત્યારે આ પાઇપલાઇનમાં કોઇ કુદરતી રીતે કે કુત્રિમ રીતે દુ:ર્ધટના સર્જાતી રોકવા માટે આગોતરી જાગૃતિ કેળવવા માટે આ જોખમ સાથે સંકળાયેલી બાબતો કે અનિચ્છનીય બનાવ ન બને અને ઉદભવે જ નહીં તેવા ચોકકસ ઉદેશ સાથે આવા સેમિનારો કે મોકડૂીલના માધ્યમથી લોકોમાં જાગૃતતા કેળવવામાં માટે યોજવામાં આવે છે. ત્યારે આ માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકા સૈા સહિયારા પ્રયાસો જાગૃતત્તા સાથે ગેલ ઇન્ડીયા કંપની લીમીટેડ પાસેના અત્યાધુનિક સાધનોની જાણકારી સાથે આવી દુઃર્ધટનાવખતે કોઇ મોટી જાનહાનિ ન થાય તે માટે તુર્તજ સંકલનમાં રહી તકેદારી રાખીએ આ પાઇપલાઇન પસાર થતી હોય ત્યાં આસપાસ પડેલી શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ માનવીય હિલચાલ જણાય તો પણ તુર્તજ જાણકારી આપીશું તો કોઇ મોટી દુઃર્ધટના બનતી અટકાવાશે.
કલેકટરશ્રીએ ગેઇલ કંપની દ્રારા સમયાંતરે નિરિક્ષણ થતું રહે તે જરૂરી છે. એમ ખાસ જણાવ્યું હતું વધુમાં જિલ્લા પ્રશાસન, નગર સેવા સદન પાસે દુઃર્ધટના સામેના સાધનોની જાણકારી મેળવી હતી. અને નગરપાલિકાના ફાયર ફાયટરોનું નિરિક્ષણ કર્યું હતું.
વડોદરા, ગેઇલ ઇન્ડીયા કંપની લી.ના ડી.જી.એમ. શ્રીઆસિમ પ્રસાદે ગુજરાત તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થતી પાઇપ લાઇન અંગે કંપની દ્રારા ઉભી કરાયેલી સલામતી માટેની વ્યવસ્થાઓની જાણકારી આપતાં વડોદરાથી દાહોદ સુધીનું ૧૫૦ કિ.મી.નું અંતર છે. ત્યારે કોઇ આકસ્મિક દુઃર્ધટના બને ત્યારે જે તે જિલ્લા વહીવટીતંત્ર-સજાગતા કેળવી સહયોગી બને તે માટે આવા સેમિનારો કે મોકડૂીલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સૈાના સહિયારા પ્રયાસોથી આવી દુઃર્ધટના થતી અટકે તેવી શ્રીઆસિમ પ્રસાદે અપેક્ષા વ્યકત કરી હતી. ગેઇલ ઇન્ડીયા મેનેજરશ્રી અજય સિંધલે આ રાષ્ટ્રીય અસ્કયામતને સાચવવાની જવાબદારી સૈા નાગરિકોની ફરજ છે. એમ જણાવી લોકોમાં જાગૃતત્તા કેળવવા માટેના પ્રયાસેા કરવા જણાવ્યું હતું.
આ પરિસંવાદમાં ડિઝાસ્ટર ટ્રેઇનરશ્રી ત્રિલોકનાથ ઠાકરે આપત્તિ વ્યવસ્થાપન ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપતાં આપત્તિમાં દોરડું કેટલું ઉપયોગી છે તે અંગે, માણસને દુઃર્ધટના વખતે ચકકર આવે, બે ભાન બની જાય ત્યારે કઇ રીતે તે વ્યકિતને બચાવી લેવાય તે માટેના પ્રાયોગિક નિર્દશનો રજૂ કર્યા હતાં.
આ સેમિનારમાં ગેઇલ ઇન્ડીયા કંપની લી, ભારત ગેસ, ઇન્ડીયા ઓઇલ વગેરેએ પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.
આ સેમિનારમાં સ્વાગત પ્રવચન, સંચાલન, આભાર દર્શન, જિલ્લા પ્રશાસન આપત્તિ વ્યવસ્થાપન શાખાના ડી.પી.ઓ. શ્રીચિંતન પટેલે કર્યું હતું.
પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રા, અધિક નિવાસી કલેકટરશ્રી કે.જે.બોર્ડર, ડી.વાય.એસ.પી શ્રીમહેશકુમાર ગુપ્તા, દાહોદ પ્રાંત અધિકારી શ્રીપી.એ.ગામિત, ઝાલોદ, પ્રાંત અધિકારીશ્રી ગામિત, ગેઇલનો સ્ટાફગણ, નગરપાલિકાના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, અગ્નિશમન કેન્દ્રના અધિકારી-કર્મચારી વગેરે ઉપસ્થિત રહયા હતા.