KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર અને જોઇન રિવોલ્યુશન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ દાહોદ ખાતે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આવવા દાહોદ શહેર તથા તેની આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમના સ્પોન્સર “રાહુલ મોટર્સ, દાહોદ તરફ થી પણ આમંત્રણ આપવામાં આવે છે.