THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના પ્રચાર પ્રસાર અભિયાનની દાહોદ જિલ્લાની મિટિંગ આ અભિયાનના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી સાધ્વી નિર્મલા માતાજીના અધ્યક્ષ સ્થાને પ્રદેશ પ્રમુખ ડો મહેશભાઈ મહેતા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભરવાડ, પ્રદેશ મહામંત્રી અમિત પરમાર, મહિલા વિભાગના પ્રદેશ અધ્યક્ષા લીલાબેન પટેલ, મહામંત્રી શિતલબેન દેવાયશ્રી, મીડિયા પ્રભારી સંદીપભાઈની ઉપસ્થિતમાં મળી હતી.
આ અભિયાનના દાહોદ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ ચાવડાએ આવકાર અને સ્વાગત પ્રવચન કરેલ. આ મિટિંગમા દાહોદ નગર પાલિકાના માજી પ્રમુખ નલીનકાત મોઢીયા, વિદ્યાબેન મોઢીયા, સયુંકતાબેન મોદી, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ રીનાબેન પંચાલ, મહિલા મોરચાના શહેર પ્રમુખ રજંનબેન ભૈયા, સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ નગરાળાના પ્રમુખ દિનેશ પરમાર, આદીવાસી સમાજના આગેવાન રાજેશ ભાભોર, વિકંલાગ નિવાસી શાળાના પ્રમુખ ચંદુભાઈ માવી, તાલુકા પંચાયત દાહોદના માજી પ્રમુખ શાંતાબેન ગણાવા, મહિલા અગ્રણી નૈના બેન શાહ, મેઘાબેન, સામાજિક આગવાનો, શહેર સંગઠનના હોદ્દેદારો, રાકેશભાઈ અગ્રવાલ વિગેેેરે ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના અંતર્ગત અસરકારક અમલીકરણ માટેના સુચનો કરેલ હતા.
સમગ્ર કાર્યકમનુ સંચાલન સંસદ સભ્યના કાયૉલય પ્રતિનિધિ ચિતંન માળીએ કરેલ હતું અને આભાર વિધી ગુજરાત પ્રદેશ મહિલા સલાહકાર બોડૅના સભ્ય કલ્પનાબેન દેસાઇએ કરી હતી.
અમારે ત્યાં ચૂંદડી, ધજા, માતાજીના વાઘા, પૂજાનો તથા લગ્નનો સામાન હોલસેલ ભાવે મળશે.