રાજય સરકાર દ્રારા તાજેતરમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેર કરવામાં આવી છે.તદનુસાર ભારત સરકારની સેવાઓમાં ગુજરાતના વધુ ને વધુ યુવક-યુવતીઓ જોડાય તે માટે આઇ.એ.એસ,આઇ.પી.એસ,આઇ.એફ.એસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે દરેક જિલ્લા મથકોએ એકી સાથે સ્પીપાના તાલીમ કેન્દ્રો પ્રજાસત્તાક પર્વે શુભારંભ કરવાનું આયોજન રાજય સરકાર દ્રારા કરવામાં આવ્યું છે.
આઇ.એ.એસ.આઇ.પી.એસ કે આઇ.એફ.એસ બનવા માંગતા દાહોદ જિલ્લાના યુવાઓને હવે સ્થાનિક કક્ષાએ જ તાલીમ મળી રહેશે.- આરોગ્ય રાજય મંત્રી શંકરભાઇ ચૈાઘરી
યુવા સ્વાવલંબન યોજના હેઠળ વધુને વધુ યુવક-યુવતીઓ ભારત સરકારની સેવાઓમાં જોડાય તેવો રાજય સરકારનો ઉદેશ છે
તદૂનુસાર દાહોદ જિલ્લાના પ્રતિભાશાળી આદિજાતિ યુવાનોને સ્થાનિક કક્ષાએથી જ આઇ.એ.એસ.,આઇ.પી.એસ, આઇ.એફ.એસની પરીક્ષાની તાલીમ સ્થાનિક કક્ષાએ મળી રહે તે માટે દાહોદ મુખ્ય મથક, ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે રૂા. ૫ લાખના ખર્ચે અધતન સુવિધાયુકત તાલીમ કેન્દ્રનો શુભારંભ રાજયના આરોગ્ય –પરિવાર કલ્યાણ રાજયમંત્રી શંકરભાઇ ચૈાઘરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયમંત્રી શંકરભાઇ ચૈાઘરીએ જણાવ્યું હતું કે હવે આ વિસ્તારના આદિવાસી વિધાર્થીઓને ભારત સરકારની સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પાંચ મહિનાની તાલીમ મફત મળશે.
આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ ધારા સભ્ય મહેશભાઇ ભુરીયા, કલેકટર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર કે.જે.ર્બોડર, જિલ્લાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.