Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે ૭માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

દાહોદ ખાતે ૭માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીત બનાવીને જરૂરીયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે જેના પરિણામો મળી રહ્યા છે.

દાહોદ તાલુકાના દાહોદ ઘટક ૧ ખાતે પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ માસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં, સગર્ભા અને ધાત્રી માતાઓ, ૧૪ થી ૧૮ વર્ષની વયની કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા તથા બાળકોમાં કુપોષણનો દર ઘટાડવાનો છે.

આ વર્ષે સાતમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેની થીમ “એનીમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોરાક પોષણ ભી પઢાઈ ભી સુશાંસન પારદર્શિતા અને કાયર્ક્ષમ રીતે સેવાઓ પોહચાડવા માટે ટેકનોલોજી ” દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવાય છે. કિશોરીઓ એનીમિયાનો ભોગ ન બને જે બદલ દર બુધવારે આંગણવાડી કેન્દ્ર પર આયર્નની ગોળી આપવામાં આવે છે.

પોષણ માસની ઉજવણીના ભાગરૂપે દાહોદના દર્પણ ટોકીઝ રોડ ખાતે આવેલ આંગણવાડી ખાતે પૂરક ખોરાકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઇરાબેન ચૌહાણ, સીડીપીઓશ્રી,મૂખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તેમજ કિશોરીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.

પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ઇરાબેન ચૌહાણ દ્વારા વિવિઘ પૌષ્ટિક વાનગીઓ દ્વારા મળતા પોષણસ્તર માં સુધારો લાવવા અંતરગત વિશેષ ચર્ચા કરી હતી અને કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડી કાર્યકરો દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments