દાહોદ જીલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડો.હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે બેઠક યોજાઈ જેમાં દાહોદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે ટીમો સતત ખડેપગે રહેશે. 6 વિધાનસભા માટે 6 ચૂંટણી અધિકારી અને 11 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહશે. વિધાનસભા ચૂંટણીમાં થતાં ઉમેદવારની ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા વિધાનસભા મતવિસ્તાર કક્ષાએ Expenditure Monitoring ની ટીમોની રચના કરવામાં આવી છે.
જીલ્લામાં ફૂલ 1662 મતદાન મથકો પર યોજાશે વિધાનસભાની ચૂંટણી. 1662 મતદાન મથકો પૈકી 844 મતદાન મથકો નું Live Webcasting કરવામાં આવનાર છે.
દાહોદ જિલ્લામાં 785190 પુરુષ મતદારો અને 798441 મહિલા મતદારો અને 25 અન્ય મતદારો મળી કુલ 1583656 મતદારો છે, જે ૦૫/૧૨/૨૦૨૨ ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વિધાનસભાની જાહેર સભા, રેલી, સરઘસ, વાહનો, લાઉસ્પીકર તેમજ નોન કોમર્શિયલ, રિમોટ, અનકંટ્રોલ એરપોર્ટ તથા હેલિપેડના ઉપયોગની પરવાનગી માટે દરેક વિધાનસભા કક્ષાએ મામલતદાર કચેરીએ સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભુ કરવામાં આવ્યું છે.
જ્યારે જિલ્લા કક્ષાએ DCC (District Contact Centre) ટોલ ફ્રી નંબર – 1950 અને કમ્પ્લેન મોનીટરીંગ કન્ટ્રોલ રૂમ અને Expenditure મોનિટરીંગ સેલ ટોલ ફ્રી નંબર – 1800-233-0053 24×7 કાર્યરત રહેશે.