દાહોદ શહેર ના હનુમાન બજાર ખાતે આવે શ્રી રણછોડરાયના મંદિરેથી સવારે 9.00 વાગે ભગવાન શ્રી જગન્નાથની રથ યાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર વિજય ખરાડી ,જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, ડી.ડી.ઓ આર. કે પટેલ , પ્રવાશન નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાળા, દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ , તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ભગવાન જગન્નથજી ની આરતી પહેલા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ અને ત્યાર બાદ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે કરી અને પછી આ તમામ મહાનુભાવોએ આરતી કરી અને ત્યાર બાદ આરતી કરી અને ભગવાન ની રથ યાત્રા ને આગળ વધારવા માટે પહિંદ વિધિ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ એ કરી કરી અને પછી દોરડા વડે ભગવાનના રથ ને આગળ તરફ વધાર્યું અને યાત્રા ની શરૂઆત થઇ. અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદ ના માર્કેટ પાસેથી થઇ અને પડાવ થઇ સરદાર ચોક થી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજાર માં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાશે . અને પરત ત્યાંથી બપોરે 1.30 વાગે નીકળી અને દાહોદ ના ગોવિંદનગર વિસ્તારમાંથી , એમ .જી.રોડ થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે 7 કલ્લાકે પહોંચશે. રથ યાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસ વડાએ એક ડી. વાય એસ.પી , એક પી.આઈ , 8 પી. એસ આઈ અને 227 કોન્સ્ટેબલો ને જુદા જુદા પોઈન્ટો આપી ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનીચ્નીય બનાવ ના બને તેને પુરે પુરી તકેદારી રાખી છે. દાહોદ ની આ રથ યાત્રામાં લોકો વહેલી સવારથીજ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દાહોદમાં આ વખતે ઠેર ઠેર ચા પાણી અને નાસ્તાના ભંડારાઓ ખુબ જોવા મળ્યા હતા. સાઈ બાબા અને મંડળી લોકો નું મોટું આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. દાહોદ જિલ્લામાં લીમડી અને ઝાલોદમાં પણ રથયાત્રા નીકળી હતી। ઝરમર ઝરમર વરસાદમાં પણ લોકો રથ યાત્રામાં જોડાયેલા છે અને રાહ યાત્રા હાલ નગર માં ફરી રહી છે.