ફતેપુરામાં મહિલાઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી. આ કાવડ્ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શિવ મંદિરોમાં બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા હતા. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે ફતેપુરાની નગરની મહિલાઓ દ્વારા વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર થી કાવડયાત્રા લઈને ફતેપુરા નગરમાં સ્થિત કામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો
ફતેપુરા નગરની 251 મહિલાઓ વહેલી સવારે વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ એકત્રિત થઈ ભજન કીર્તન કરી ભોલેનાથને જલાભિષેક વિશે કરી બમ બમ ભોલેનાથના નાદ સાથે મહિલાઓ દ્વારા ઢોલના તાલે કાવડયાત્રા લઈને ફતેપુરા મુકામે આવ્યા હતા. ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા ફતેપુરા બજાર ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ તેમજ ભગવાન શિવના જયકારાથી આખું ગામ ભક્તિમાં તરબોળ જણાઈ રહ્યું હતું સાથે મહિલા કાવડયાત્રીઓએ નગરમાં ફરી અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્ત શિવ દાસ બની ગયા હોય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતુ.