દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના ભોજેલાની શ્રી કમલ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ પ્રજાપતિને દાહોદ જિલ્લા આચાર્ય સંઘમાં સાંસદ તરીકે નિમણૂક કરવામાં આવી. આચાર્યની નિમણૂંક થયા બાદ અલ્કેશભાઇ પ્રજાપતિના કાર્યશીલતામાં સારો એવો પ્રતિસાદ થવાને કારણે તેમને આ મહત્વની જવાબદારી આચાર્ય સંઘ દ્વારા સોંપવામાં આવી. અગામી સમયમાં આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રકારના પ્રશ્નો, મૂંઝવણોનું યોગ્ય નેતૃત્વ કરી ઉકેલ આવે અને દાહોદ જિલ્લા વતી દાહોદ જિલ્લાના શૈક્ષણિકને લગતા દરેક પ્રકારના પ્રશ્નોનો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે તે હેતુસર તેમની નિમણૂક કરવામાં આવી. આ બદલ સમગ્ર દાહોદ જિલ્લાના આચાર્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓમા દાહોદ જિલ્લા ધો. – 10 અને 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૫૨,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવના છે. તેમાં ફતેપુરા તાલુકાના ધો. – 10 અને 12 ના ૪૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવના છે.
વધુમાં શ્રી કમલ વિદ્યાલય ભોજેલાના આચાર્ય અને ગુ. માં. અને ઉ. માં. શિ. બોર્ડ દ્વારા ધો. – ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષામાં શ્રી નૂતન વિદ્યાલય સુખસરના બિલ્ડીંગ કંડકટર અલ્કેશભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્ર અને રીસીપ્ટનું વિતરણ આજે તા.૨૪/૦૩/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું.