Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે એક દિવસીય પરિસંવાદને ખુલ્લો મૂકતા...

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે એક દિવસીય પરિસંવાદને ખુલ્લો મૂકતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

 

 

કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે શિક્ષણ સતત પરિશ્રમ અને ચાલુ પ્રવાહોની જાણકારી મેળવવી જરૂરી છે. : કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, પ્રાયોજના વહીવટદારની કચેરી તથા શબરી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારની વિવિધ ભરતીઓની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ, (ટોપી હોલ) અનાજ માર્કેટ રોડ ખાતે યોજાયેલ એક દિવસીય પરિસંવાદનું ઉદ્ઘાટન કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી (I.A.S.) ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
દીપ પ્રાગટ્ય સાથે પરિસંવાદને ખુલ્લો મૂકતાં કલેક્ટર વિજય ખરાડીએ સંવેદના સાથે યુવા વર્ગની વચ્ચે જઇ ઓતપ્રોત થઇ યુવા વર્ગને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતુ કે કોઇ પણ કામમાં સફળતા મેળવવા ચોક્કસ ધ્યેય / લક્ષ નક્કી કરવું પડે. સાથે પરિશ્રમ પણ કરવો પડે. તો જ સફળતા મળે. તે જ રીતે શિક્ષિત યુવાન-યુવતીઓએ શિક્ષણ મેળવતા પહેલાં પોતાની રૂચિ-ક્ષમતા પ્રમાણે લક્ષ નક્કી કરવું જોઇએ. અને તે પ્રમાણે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આજના પ્રવાહનું જ્ઞાન મેળવી તનતોડ મહેનત કરવી જોઇએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા પ્રથમ અભ્યાસ ક્રમ, તે માટેનું સાહિત્ય- ચોપડીઓ અને અગાઉના ૧૦ વર્ષમાં પુછાયેલા પ્રશ્નો, ચાલુ ઘટનાઓથી વાકેફ થવા સાથે વર્તમાનપત્રોનું વાંચન જરૂરી છે.તે માટે વિધાર્થીએ નિત્ય ક્રિયાઓને બાદ કરતાં ૧૦ થી ૧૨ કલાક કોઇપણ મુશ્કેલીઓ વચ્ચે સતત વાંચન અને મનન કરવું જોઇએ. ચોક્કસ સફળતા મળે જ તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ.
વધુમાં જિલ્લા કલેકટર ખરાડીએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીએ સંકુચિતતા કે લઘુતાગ્રંથિથી દૂર રહી ગૃપ ડિસ્કશન કરવાથી, પોતાની જાતને પ્રશ્નો પુછવાથી તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવશે. આત્મ વિશ્વાસ જાગશે. તે માટે શિક્ષક, પ્રાધ્યાપક, નિષ્ણાત વ્યક્તિઓના અને લોકોના સતત સંપર્કમાં રહી મુંઝવણનું નિરાકરણ લાવી શકાય. તે માટે પોતાના જાત અનુભવોને વણી લઇ સરળ ભાષામાં કલેક્ટરશ્રીએ જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રયોજના કચેરીના ચીટનીશ તડવી સાહેેેબએ પ્રાસંગોચિત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં શબરી ફાઉન્ડેશનના પ્રમુખ અને પરિસંવાદના આયોજક હેમરાજ રાણાએ પરિસંવાદનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક વિધ યોજનાઓ અમલીત કરી છે. સાથે શિક્ષિત વિધાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે ઉચ્ચ અભ્યાસ- વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને લોન સહાય આપે છે. સાથે આવા પરિસંવાદોનું આયોજન કરે છે ત્યારે આજના ૨૧મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના અને હરિફાઇના યુગમાં જાગૃતતાતો કેળવવી જ પડશે. રાજ્યમાં આવા આઠ સેમિનારો ગોઠવવામાં આવ્યા છે તેમ શ્રી હેમંત રાણાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેળવણી નિરિક્ષક સુરેશ મેડાએ સંચાલન અને આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે વિધાર્થીએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આળસ/ મોજ શોખ છોડી ચોક્કસ ધ્યેય સાથે જે તે પરીક્ષાઓની તૈયારીઓ કરવી જોઇએ.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પડતી મુશ્કેલીઓ અંગે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પુછ્યા હતા. તેનો સરળ ભાષામાં કલેક્ટરશ્રીએ પ્રત્યુત્તર આપી મુંઝવણો દુર કરી હતી.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આશ્રમશાળા અધિકારી ભરપોડા, પ્રાયોજના કચેરીના હિસાબી અધિકારી રાઠવા, ધવલ દંતોલીયા, શબરી ફાઉન્ડેશનના દિપક ભુરીયા, અજયભાઈ, વિષય નિષ્ણાતો, અધિકારી / કર્મચારીઓ તથા વીી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments