GIRISH PARMAR – GARBADA [JESAWADA]
દાહોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ભૂતપુર્વ આરોગ્ય કર્મચારી સ્વ. પરેશભાઈ જે. ડામોરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે દાહોદ જિલ્લાના સૂચિ મંડળનાં પ્રમુખ સુરેશ સોલંકી, કન્વીનર ગિરીશ પરમાર, સહમંત્રી જગદીશ પસાયા અને ખજાનચી પીયૂષ નીસરતા અને મલ્ટીપરપઝ હેલ્થ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે ઍક સભાનું આયોજન કરવામાં આવ્યુ અને સ્વ. પરેશભાઈ ડામોરની આત્માને શાંતિ મળે તેં માટે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામા આવી.
તેમની યાદમા દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓને બચત આયોજન, બાળકોના શિક્ષણનાં ખર્ચ, મકાન બાંધકામનો ખર્ચ, બેન્કમાંથી લૉન મેળવવામાં પડતી મુશ્કેલી નિવારણ હેતુ દાહોદ જીલ્લાનાં આરોગ્યનાં કર્મચારીઓને એક આર્થિક રીતે મદદરૂપ થઈ સકે તેં માટે દાહોદ જીલ્લાનાં પંચ્યાસિ કર્મચારીઓની સહમતિથી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની રચના કરવામાં આવી.
મંડળીનાં રજીસ્ટ્રેશન થયેથી કર્મચારીઓ પાસેથી બચત એકઠી કરી ધિરાણ આપવાની તેમજ દિવાળી જેવા ધાર્મિક તહેવારો નિમિતે ફટાકડા, ઉત્તરાયણ તહેવારે પતંગ દોરા જેવી વસ્તુઓ હોલસેલ ભાવે ખરીદી કરી બજાર કરતા સસ્તા વેચાણ કરી શકાય, મંડળીનાં સભાસદોની સંખ્યાના આધારે અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પુરી પાડી સકાય તેં માટે પ્રમુખ રમેશભાઈ ચૌહાન, ઉપપ્રમુખ કેતૂલ પંચાલ, મંત્રી સુરેશ સોલંકી, ઉપમંત્રી પસયા જગદીશ, ખજાનચી પીયૂષ નીસરતા અને સોળ કારોબારી સભ્યની વરણી કરવામા આવી.