દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર આગામી હોળી ધૂળેટીના તહેવાર અન્વયે પો.સ્ટે.વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે તે સંદર્ભે પૅટ્રોલિંગ કરવા આપેલ સૂચનાના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા દાહોદ વિભાગ દાહોદ નાઓએ તથા સી.પી.આઈ. દાહોદનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.આર. રબારી તથા કતવારા પો.સ્ટે.વિસ્તારમાં વહેલી પરોઢથી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત વાળી એક સફેદ કલરની પીકઅપ ગાડી જેનો રજી નં GJ – 07 UU – 8957 ની આવતા પોલીસની નાકાબંધી જોઈને ગાડીમાં બેઠેલ બંને આરોપીઓ નામે (૧) બિલાલ ઈસ્માઈલભાઈ પટેલ, ઉ.વ.૩૦, રહે. મોટા ઘાંચીવાડા, જુમ્મા મસ્જિદની સામે, દાહોદ તા.જિ.દાહોદ (૨) અરબાજ ઉર્ફે સોહિલભાઈ સબ્બીરભાઈ અનુસ્વાલા ઉ.વ.૨૧, રહે. મોટા ઘાંચીવાડા, દાહોદ. તા.જિ.દાહોદનાઓ ગૌવંશ પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક મુસ્કેટાટ રીતે ઘાસચારો કે પાણી ની સગવડ બાંધી લઈ જતા હેરાફેરી દરમિયાન પોલીસ નાકાબંદી જોઈને ભાગવા જતા પકડી પાડી સદર પીકઅપ ગાડી માંથી ગાયો નંગ – ૯ અને બળદો નંગ – ૨ મળી કુલ – ૧૧ પશુઓની કુલ કિં.₹.૫૭,૦૦૦/- તથા પીકઅપ ગાડીની કિં.₹.૨ લાખ મળી કુલ ₹. ૨,૫૭,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કતવારા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૧૦/૧૯ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ.૫ (૧-એ)(ડી) ૬(એ)(૩)(૪), ૮(૪) તથા પશુઓ તરફ ઘાતકીપણું અટકાવવાનો કાયદા ૧૯૬૦ની કલમ.૧૧(ડી)(ઇ)(એફ)(એચ)(એલ) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.