Tuesday, January 21, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના કતવારા પોલીસને રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં ભરેલ ₹.૮,૪૭,૩૫૦/- નાં અફીણના જીંડવા...

દાહોદ જિલ્લાના કતવારા પોલીસને રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં ભરેલ ₹.૮,૪૭,૩૫૦/- નાં અફીણના જીંડવા તથા ડસ્ટર ગાડી તથા મોબાઇલ મળી કુલ કિંમત ₹.૧૦,૯૭,૮૫૦/- ના મુદ્દા માલ સાથે આંતરરાજય હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

દાહોદ જીલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાલત ગામે અવંતિકા હોટલ પાસેથી રેનોલ્ટ કંપનીની સફેદ કલરની ડસ્ટર ગાડીમાં ભરેલ અફીણના જીંડવા(પોષડૉડા)ના થેલા નંગ-૧૫ જેનું વજન ૨૮૨.૪૫૦ કિ.ગ્રા. ની કુલ કિંમત રૂ.૮,૪૭,૩૫૦/- ના અફીણના જીંડવા (પોષડોડા) તથા ડસ્ટર ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ.૧૦,૯૭,૮૫૦/- ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડતી કતવારા પોલીસ.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરત રાજય ગાંધીનગરનાઓએ નશીલા પદાર્થોની બદી સદતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાઘનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા આપેલ સુચનાઓ મુજબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ જિલ્લામાં નશીલા પદાર્થોની ફેરાફેરી પરીવહન કરતા ઇસમોને ઝડપી પાડી અસરકારક કામગીરી કરી N.D.P.S. ના કેસો શોધી કાઢવા સારૂ દાહોદ જીલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને દાહોદ જીલ્લા પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી નશીલા પદાર્થોની ફેરાફેરી અટકાવવા સારુ અસરકારક કામગીરી કરવા સારૂ કાર્યરત હતી. તે દરમ્યાન દાહોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ. ગાવિત તથા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એક શંકાસ્પદ રીનોલ્ટ ડસ્ટર ગાડી નં.GJ.08 CK.5579 ની એમ.પી. તરફથી ગુજરાત તરફ આવી રહેલ હોવાની જાણ થતા જાલત ગામે અવંતિકા હોટલની સામે હાઈવે રોડ ઉપર વાહનો વડે આડાશ કરાવતા એમ.પી. તરફથી સદર શંકાસ્પદ રીનોલ્ટ ડસ્ટર ગાડી નં GJ.08 CK.5579 ની આવતા તેમાં તપાસ કરતા ગાડીમાં અફીણના જીંડવા (પોષડોડા) ના થેલા નંગ-૧૫ જેનુ વજન ૨૮૨.૪૫૦ કિ.ગ્રા.ની કિ. રૂ.૮,૪૭,૩૫૦/- ના અફીણના જીંડવા (પોષડોડા) તથા ડસ્ટર ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ.૧૦,૯૭,૮૫૦/-ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય હેરાફેરી કરતા એક આરોપી નામે સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામી ઉ.વ. ૨૨ વર્ષ રહે. લીલાસર, ગોદારોકા તલા, તા.ચોહટન, જિ.બાડમેર (રાજસ્થાન) ને સદર મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ પકડાયેલ આરોપી નામે સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામી ઉ.વ. ૨૨ વર્ષ રહે. લીલાસર, ગોદારોકા તલા, તા.ચોહટન, જિ.બાડમેર (રાજસ્થાન) રીનોલ્ટ ડસ્ટર ગાડી નં. GJ.08 CK.5579 ઉજ્જૈન (મ.પ્ર.) ના લાદુન ખાતેથી બાડમેર (રાજસ્થાન) ના સાડીયાર ખાતે લઈને જઈ રહેલ હતો. આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડનાર અધિ/કર્મચારીઓમાં (૧) P.I. યુ.એમ.ગાવિત, (૨) ASI વિરેન્દ્રસિંહ છત્રસિંહ, (૩) HC અશોકભાઈ નરવતભાઈ, (૪) HC બાબુભાઈ હિરસીંગભાઈ, (૫) PC સુરેશભાઈ ગુલસીંહ, (૬) PC સંદિપભાઈ માધુજીભાઈ તમામ નોકરી કતવારા પોલીસ સ્ટેશન નાઓએ સારી કામગીરી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments