દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના વર્ષ-૨૦૧૫-૧૬ દરમિયાન ટપક સિંચાઇ પધ્ધતિ તેમજ જળ વ્યવસ્થાપન વિશે જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી જુદા જુદા તાલુકાના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાશે. તાલીમ માટે આત્મા પ્રોજેકટ યોજનાની ગાઇડ લાઇન મુજબ ૬૦ ખેડૂતોને એક તાલીમ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જિલ્લાના ખેડૂતો માટે આવા ચાર તાલીમ કાર્યક્રમો યોજાશે. જેમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, દાહોદ – ગરબાડા તાલુકાના ખેડૂતોનો તા. ૧૪-૩-૨૦૧૬, ઝાલોદ- ફતેપુરા તાલુકાના ખેડૂતોનો તા. ૧૫-૩-૨૦૧૬, ધાનપુર-લીમખેડા ખેડૂતોનો તા. ૧૬-૩-૨૦૧૬ અને દેવગઢબારીયા-સંજેલી તાલુકાના ખેડૂતોનો તા. ૧૭-૩-૨૦૧૬ના રોજ તાલીમ કાર્યક્રમ યોજાશે. તાલીમમાં સંબધિતોને, ખેડૂતોને તથા વિષય નિષ્ણાતોને ઉપસ્થિત રહેવા દાહોદ, આત્મા પ્રોજેકટના પ્રોજેકટ ડાયરેકટર શ્રી જે.ડી.ચારેલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાની જાણકારી આપતા તાલીમ કાર્યક્રમોનું આયોજન