- ઘરના ઓટલા પર બેઠેલા ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા યુવક પર ગાડી ચડી જતા યુવકને ગંભીર ઇજાઓ.
- અકસ્માતમાં ત્રણ હાથલારી અને હોન્ડા એકટીવા ગાડીને પણ નુકસાન થયું.
ગરબાડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગત રોજ સાંજના સમયે સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયો ગાડી એક ઘરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બનતા ઘરના ઓટલા પર જ બેઠાં એક યુવાનને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તો બીજી તરફ ઘરના આંગણામાં પડેલ ૩ હાથલારી તથા હોન્ડા એકટીવા ગાડીને પણ નુકસાન
પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અર્બન બેંકની પાસે રહેતા અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય ધર્મેશકુમાર શંકરલાલ સોલંકીનાઓ ગઇ કાલ તારીખ ૨૩મી ના સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હતા તે સમયે સમયે મહિન્દ્રા સ્કોર્પિયો જીજે.૨૦.એન.૯૨૧૯ નંબરની ગાડીના ચાલક લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના જાગલા ફળિયાના રહેવાસી કિરીટ ગણપતસિંહ સોલંકીનાઓ તેના કબ્જાની ગાડી ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને ધર્મેશકુમાર સોલંકીના ઘરના બે થી અઢી ફૂટ ઊંચા ઓટલા સાથે ધકડાભેર અથડાવી હતી. આ ઘટનામાં પહેલા તો ઘરના આંગણામાં પડેલ ત્રણ જેટલી હાથ લારીને નુકશાન થયું હતું ત્યાર બાદ બહાર આંગણામાં પડી એકટીવા ગાડીને પણ નુકસાન થયું હતું. તેટલાથી ન અટકતા સ્કોર્પિયો ગાડી ઘરના ઓટલા પર ચડી ગઈ હતી અને લોખંડની ફડતાલ તોડી નાખી હતી.
આ અકસ્માતની ઘટનામાં ઓટલા પર બેઠેલ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ૧૮ વર્ષની ઉંમરના યુવક ધર્મેશકુમાર શંકરલાલ સોલંકીને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે દાહોદના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ હતું જેમાં તેઓને બંને પગના ભાગે ત્રણથી ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળે છે.
અકસ્માતની આ ઘટના બનતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને આ ઘટના સંદર્ભે રમેશચંદ્ર હરિલાલ સોલંકીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે રમેશચંદ્ર હરિલાલ સોલંકીની ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.