દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સરજુમિ ખાતે નવીન રસ્તાના ડીપનું ખાતમહૂર્ત કરતાં જિલ્લા સાંસદ જશવંતસિહ ભાભોર

0
147

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સરજુમિ ખાતે નવીન રસ્તાના ડીપનું ખાતમહૂર્ત કરતાં દાહોદના સાંસદ જશવંતસિહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, સિંગવડ તાલુકા પ્રમુખ કિશોરી સાહેબ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

દુધિયા થી સિંગવડને જોડતા રોડ ઉપર આવેલ તમામ ડીપ  {બ્રિજ } તથા સરજુમિ શાળા નજીક આવેલ ડીપ {બ્રિજ } કે જે વડાપ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર તમામ સ્લેબ્ડ્રેનનું માન્ય સાંસદ જશવંતસિહ ભાભોર તથા ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખના વરદ્દ હસ્તે  ખાતમહૂર્ત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સરજુમિ વનવાસી માધ્યમિક શાળામાં રાખવામા આવ્યો હતો. જેનું સંચાલન આચાર્ય મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here