VIPUL JOSHI –– GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંથકમાં પાછલા ચાર દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને પંથકના લોકોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારો તરફ કુદરતી નયન રમ્ય વાતાવરણ વચ્ચે ગત રોજ તા.૨૪/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ અંદાજે સાંજના પાંચ વાગ્યાના અરસામાં ઇન્દ્ર ધનુષનું નયનરમ્ય દ્રશ્ય આકાશમાં સર્જાયું હતું. જે નજારો જોતાં ધરતી અને આકાશનું મિલન થતું હોય તેમ લાગતું હતું. કુદરતી રીતે બનતા આ અનેરો નજારો દેખાતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.