VIPUL JOSHI –– GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ગરબાડાની ખરોડ નદી પણ ઓવરફલો થઇ હતી. નદી ઓવરફ્લો થતા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારના લોકો નદીના ઓવરફ્લો આવણા ઉપર બેસીને જીવના જોખમે માછલાં મારતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ અનેક લોકો નદીના ઓવરફ્લોનો નજરો જોવા માટે ઉમટ્યા હતા.