સમગ્ર દાહોદ જીલ્લામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી આ સંદર્ભે દાહોદ જીલ્લામાં ગાંધી સંકલ્પ યાત્રાનો આજે તા.૦૩/૧૦/૨૦૧૯ ને ગુરુવારના રોજ ગરબાડાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઇ ખાબડ, ભાજપ પ્રભારી અમિતભાઇ ઠાકર, શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ લાલપુરવાલા, ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયા, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત જિલ્લા અને તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારમાં ૦૯:૦૦ ક્લાના સમયે યાત્રા પુર્વે આયોજિત કાર્યક્રમ અંતર્ગત મહાનુભવો સાથે ગરબાડાના અગ્રણીય અને દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતભાઇ રાઠોડ પણ ઉપસ્થિત હતા અને તેઓ દરેક કાર્યક્રમમાં જોડાયા હતા.
ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાની શાળા એથી પદયાત્રા અને વાજતે ગાજતે સુત્રોચ્ચાર અને બેનર સાથે આ “ગાંધી સંકલ્પ યાત્રા” જ્યારે ગરબાડા નગરમાં પહોંચી હતી અને ત્યાં અચાનક અજીતભાઇ રાઠોડને ચાલતા ચાલતા ગભરામણ થતા તેઓ પદયાત્રામાં જ રસ્તા ઉપર બેસી ગયા હતા અને તેઓની વધુ તબિયત બગડતા તેમને તાત્કાલિક સાંસદના વાહનમાં દાહોદ રીધમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તબીબોએ અજીતભાઇ રાઠોડને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા ગરબાડા નગર તેમજ તાલુકા સહિત જીલ્લા ભાજપમાં ભારે ગમગીની છવાઇ હતી અને ત્યારબાદ “ગાંધી સંકલ્પ યાત્રા” ને મોકૂફ રાખવામાં આવી હતી.