દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડામાં આવેલ વિશ્વકર્મા ભગવાનના મંદિરે આજે તા.૦૭/૦૨/૨૦૨૦ ને શુક્રવારના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડાના પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી છે. શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા રાસ ગરબાની રમઝાટ સાથે નીકાળવામાં આવી હતી અને ત્યારબાદ વિશ્વકર્મા મંદિરે ભગવાન વિશ્વકર્માની આરતી તેમજ સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની કરવામાં આવી ભવ્ય ઉજવણી