Special Crime Report By
PRIYANK CHAUHAN GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝહરી ખરેલી ગામે રહેતા નજિયાભાઈ હિમરાજભાઈ કટારા બાજુમાં લગ્ન હોઈ વાનમાં જવા પોતાના 5 બાળકો સાથે નીકળ્યા હતા ત્યાં પિતા પોતાના વ્યવહારમાં લાગી ગયા અને બાળકો રમવા લાગ્યા ત્યારે તેમના ફળિયાના મહેશ કાળું ભુરીયાએ નાજિયાભાઈની ૯ વર્ષ ૯ માસની દીકરીને બોલાવી અને કહ્યું કે તું ૧૦ રૂપિયા લે અને મારા માટે વિમલ લઇ આવ, ત્યારબાદ છોકરી થોડેક આગળ ગઈ અને એટલે મહેશ આગળ ગયો આ બાળકીનું મોઢું દાબી ઉંચકીને કોતરડામાં લઇ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરી અને છોડી દીધી અને પછી છોકરી રડતી રડતી ઘરે આવતા અમોએ પુંછેલ કે કેમ રડે છે ત્યારે તેને આખી હકીકત કહેલ કે મહેશકાકાએ મને વિમલ લેવા મોકલી અને પછી વચ્ચેથી ઉંચકી જઈ આવું દુષ્કર્મ મારી સાથે કર્યું. ત્યારબાદ છોકરીના માં-બાપ અને કાકા દિપક અને પરેશ, મહેશને શોધવા નીકળ્યા હતા અને તેને તેના ઘરેથી પકડીને લાવેલ અને તેને પુછપરછ કરતા તે ઘર છોડી અને ત્યારબાદ અમોએ ગામના આગેવાનનોને કહેલ કે તમે મહેશને જઈ હકીકત પુછો ત્યારબાદ અમારા ગામના આગેવાનોએ આ બાબતે મહેશ ના ઘરે જઈ હકીકત પુંછતાં મહેશે કીધેલ કે હા મારી ભૂલ થઇ છે. અને ત્યારબાદ છોકરીના સગા અને આગેવાનો એ ફરિયાદ લખવાનું નક્કી કરતા તેઓ બધા પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે રસ્તામાં મહેશના મામાનો ફોન આવ્યો કે તમે પોલીસ કેસ નથી કરો આપણે કોઈક રસ્તો કાઢીયે ત્યારે જ બાળકીના સગાઓએ કીધું કે આમ કઈ સમાધાન નહિ થાય અને અમે તો ફરિયાદ કરીશું જ. કાકા સમાન કહેવાતા નરાધમે આ દુષ્કર્મ આચરી અને તેને કોઈ શરમ ના હોય તેમ કહ્યું કે હા મરાથી ભૂલ થઇ ગઈ છે. તો શું આવી ભૂલો કરનારને સજા થશે ખરી જેને સઁસાર શું છે તેનું જ્ઞાન નથી અને તેની જિંદગીને આવા ખરાબ રસ્તે મુકી દેનારને સજા થવી જ જોઈએ એવી લોક માંગ છે.