THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ (ગરબાડા, દાહોદ ગ્રામ્ય) આદિજાતિ પટેલિયા સમાજ રજીસ્ટર નંબર એ-3333, જેના સભ્યો વડોદરા શહેર તેમજ વડોદરાની આસપાસ વિસ્તારોમાં નોકરી તેમજ ધંધો-રોજગાર કરનાર અને મૂળ ગરબાડા તેમજ તેની આસપાસના તાલુકાના વતની છે, દર વર્ષે “વિશ્વ આદિવાસી દિવસ” વડોદરા શહેર ખાતે તમામ આદિવાસી સમુદાય ભેગા થઈ અને આદિવાસી સાંસ્કૃતિક નૃત્યો, ઝાંખી, બાઇક રેલી અને પગપાળા રેલીનું આયોજન વડોદરા શહેરમાં કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે કોરોના મહામારીના લીધે અને સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાના હેતુથી આ કાર્યક્રમ તેમના દ્વારા તેમના વતન એટલે કે ગરબાડા તેમજ તેની આસપાસના તાલુકામાં કોરોના સંક્રમણ થી મૃત્યુ પામ્યા હોય અથવા તો અન્ય કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય તેવા તમામ લોકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઢોલ, નગારા કે ડીજે વગેરેનું આયોજન નહી કરીને, સંપૂર્ણ સાદગીથી અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને નિયત કરેલ ૧૫ ગામોની યાદી પ્રમાણે વલસાડી કેરીના આશરે ૩ ફુટના રોપા (1500 નંગ ) એક ગામમાં 100 છોડનું નિ:શુલ્ક (મફત) વિતરણ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામમાં કરવામાં આવેલ, જેમાં પ્રથમ વિધવા બહેનોને અને દિવ્યાંગ ભાઈઓને પ્રાથમિકતા આપવામાં આવેલ અને “ગ્રીન ગરબાડા” ના સારા મેસેજ સાથે લોકો વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત થાય તેમજ ભવિષ્યમાં આંબાવાડીને લગતા વિવિધ રોજગાર સાથે સંકળાય તે હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
તેમજ આ કાર્યક્રમની સાથે દરેક સમાજના લોકોએ જેમની ઉંમર ૧૮ વર્ષથી મોટી છે તેમને વેક્સિન અવશ્ય લેવી જોઇએ અને કોરોનાની સરકાર ની ગાઈડલાઈન પાલન સંપૂર્ણ પાલન કરવું જોઈએ તેમજ તેનું માર્ગદર્શન તેમજ સરકારની આરોગ્ય, શિક્ષણ અને રોજગારની માહિતી માટેના માર્ગદર્શનનો સંપર્ક નંબર તેમજ અકસ્માત અને કુદરતી મૃત્યુમાં વીમા પોલિસી વગેરે જેવી બાબતની પત્રિકા આપવામાં આવી હતી અને આ રીતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેના માટે આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા સરકારશ્રીનો, જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, દાહોદ પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, મામલતદાર ગરબાડા, પોલીસ ઇસ્પેક્ટર ગરબાડા, સત્તાધીશો અને પદાધિકારી, ગામના સરપંચ, વડીલો અગ્રણીઓ અને તમામ સમુદાયના લોકોનો આભાર પણ માન્યો હતો. આમ આજના આ વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.