Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડા નગરજનોના સહયોગથી નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકોને ખાદ્યસામગ્રીની કીટનું કરવામાં...

દાહોદ જિલ્લાના ગરબાડા નગરજનોના સહયોગથી નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકોને ખાદ્યસામગ્રીની કીટનું કરવામાં આવ્યું વિતરણ

ગરબાડા નગરના યુવકો દ્વારા પોલીસ જવાનો તેમજ આરોગ્ય સ્ટાફ માટે દરરોજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે આગમચેતીના ભાગરૂપે હાલમાં સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે નિઃસહાય લોકોની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે. જે બાબત ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા નગરના યુવકો દ્વારા ગરબાડાના નગરજનો સહયોગથી ખાદ્યસામગ્રીની રાહત કિટ તૈયાર કરી ગરબાડા નગર તથા ગરબાડા નગરની આજુબાજુના ગામોમાં રહેતા નિઃસહાય તેમજ જરૂરિયાતમંદ લોકોમાં આ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ કીટમાં ચોખાદાળતેલખાંડલોટમરચુંમીઠુંમસાલા જેવી ખાદ્યસામગ્રીનો સામગ્રીનો સમાવેશ થાય છે. ગરબાડા નગરના યુવાનો દ્વારા નગરજનોના સહયોગથી નિઃસહાય તેમજ જરૂરિયાતમંદ લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરી માનવ સેવાનું આ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે અને આવનાર દિવસોમાં પણ બીજી આવી કીટનું પણ ગરબાડાના નગરજનો સહયોગથી વિતરણ કરવામાં આવનાર છે.

વધુમાં જણાવવાનું કે, ગરબાડા નગરના યુવકો દ્વારા પોલીસ જવાનો તેમજ આરોગ્ય સ્ટાફ માટે દરરોજ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વાહન વ્યવહારના અભાવે પગપાળા મુસાફરી કરી અહીથી પસાર થતાં લોકો માટે ગરબાડા નગર યુવકો દ્વારા ચ્હા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments