તા.૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી સુધી ૩૧ મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ – ૨૦૨૦ ની ઉજવણી કરવાનુ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ૩૧ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ – ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગરબાડા ખાતે ગરબાડા P.S.I. પી.કે. જાદવ સહિત સ્ટાફના માણસોએ ગરબાડા નગરના માર્ગો ઉપર ફરીને માર્ગ સલામતી બાબતે લોકોમાં જાગૃકતા આવે તે માટે પેમ્પ્લેટનું વિતરણ કરી લોકોને માર્ગ સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
૩૧ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ – ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરી થી તા.૧૭ જાન્યુઆરી સુધી રોડ સમાલતી બાબતે દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે.