દાહોદ જીલ્લામાં પ્રોહીબીશન મુદ્દામાલની હેરાફેરી થતી અટકાવવા પ્રોહીબીશનની પ્રવૃતીને નેસ્તોનાબુદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબે હાલમાં પ્રોહી ડ્રાઇવ રાખેલ જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા, દાહોદ વિભાગ, દાહોદ તથા સર્કલ પો.ઇન્સ.બી.બી.બેગડીયા દાહોદનાઓના માર્ગદર્શન હેઠળ ગત તા.૨૩/૦૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ ગરબાડા પો.સબ.ઇન્સ પી.કે.જાદવ ગરબાડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી ડ્રાઇવમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મધ્યપ્રદેશના સેજાવાડા તરફથી એક કૃઝર ગાડી ઈગ્લીશ દારુ ભરી આવનાર છે. જે મળેલ બાતમી આધારે પંચો તથા સ્ટાફના માણસો સાથે ઊભા હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી પકડી પાડેલ. સદર ગાડીના ચાલકને નીચે ઉતારી પંચો રૂબરૂ તપાસ કરતા ગાડીના પાછળની શીટના તથા બોનેટના ભાગે ચોર ખાના બનાવી દારુની નાની મોટી બોટલો નંગ – ૧૧૪ જેની કિં. રૂ. ૪૦,૨૦૦/- તથા ગાડીની કિં. રુ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૫,૪૦,૨૦૦/- ના મુદ્દામાલ સહિત પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(ર) મુજબનો કેસ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડા પોલીસને રૂ.૪૦,૦૦૦/- ના વિદેશી દારૂ સહિત રૂ.૫,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ...