THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા લાયન્સ ગુજરાતી શાળા આજે તા. ૨જી, ઓક્ટોબર ૨૦૧૯ ને બુધવારના રોજ ગાંધી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને સવારમા અંદાજે ૦૭:૩૦ કલાકે શાળાના પ્રાર્થના ખંડમાં નરસિંહ મહેતા રચિત અને મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે” નું સામૂહિક ગાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ગાંધીજીના જીવન પ્રસંગોનો વાર્તાલાપ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો અને ગાંધીજીના પ્રેરક પ્રસંગો બાળકોને કહેવામાં આવ્યા.
હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. તે બાબતોને ધ્યાને લઇ બાળકોમાં આ નિયમ શાળા કક્ષાએથી જ દ્રઢ થાય અને સમાજમાં તેનું અનુકરણ થાય તે ધ્યાને લઈને પ્લાસ્ટિક મુક્ત ભારતનો પણ સંકલ્પ લેવડાવ્યો હતો. ત્યારબાદ લાયન્સ ક્લબ ઝાલોદના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી સોનલકુમાર દેસાઈ, ખજાનચી મુકેશભાઈ અગ્રવાલ, લાયન્સ ક્લબના સભ્ય કે.કે.નાયર, જવાહરભાઈ અગ્રવાલ, મેહુલભાઈ દેસાઈ, શૈક્ષણિક કમિટીના નયનાબેન પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય મુકેશ પંડ્યા, ગુજરાતી માધ્યમના આચાર્ય મીઠાલાલ પ્રજાપતિ, એક્ટિવિટી ઇન્ચાર્જ કેયુર પરમાર શિક્ષકગણ તથા બાળકોએ આ પ્રવૃત્તિમાં રસ લીધો હતો. અને શાળાએથી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, “ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા”, બેટી બચાઓ, બેટી પઢાઓ, પ્લાસ્ટિક મુક્ત ભારત, I FOLLOW TRAFFIC RULES ના નારા તથા પ્લેકાર્ડ હાથમાં રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શાળાએથી નીકળી બાંસવાડા રોડ ચોકડી થી વાવડી ફળિયા થઈ મીઠાચોક ખાતે પહોંચી હતી. ત્યાં લાયન્સ ક્લબના પ્રમુખ નગીનભાઈ પટેલ દ્વારા મહાત્મા ગાંધીજીના બાવલા પર પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ આ રેલી ભરત ટાવર થઈ સ્ટેશન રોડ ઉપર પણ આવેલ ત્યાં લાયન્સ ક્લબના મંત્રી સોનલકુમાર દેસાઈએ તથા લાયન્સ ક્લબના અન્ય સભ્યોએ પણ ગાંધીજીના બાવલા પર પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને ત્યારબાદ ગામડી ચોકડી થી બાંસવાડા ચોકડી થઇ રેલી પરત સ્કૂલમાં આવી હતી.
આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલીમાં બંને માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, બંને માધ્યમના આચાર્યો, તથા સંચાલક મંડળે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. ત્યારબાદ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર પર વકૃત્વ પ્રવૃત્તિ તથા ચિત્ર પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજીને સૌ વિદ્યાર્થી, શિક્ષકો, શાળા આચાર્ય અને સંચાલક મંડળના સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.