Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદની SBI બેંકમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ :...

દાહોદ જિલ્લાના ઝાલોદની SBI બેંકમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ : તંત્ર ઘોર નિંદ્રામાં

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ SBI બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગત રોજ ફરી વાર બનેલા ચોરીના પ્રયાસમાં બેન્કના સેફ લોકરને મશીન દ્વારા કાપવાનો પ્રયાસ કરાતાં આ મામલો પોલીસ મથક સુધી પુનઃ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં ભરત ટાવર નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાં એક જ માસમાં બીજી વાર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. અગાઉ તા. ૩/૮/૨૦૨૧ ને મંગળવારના રોજ SBI બેન્કના રોડ સાઈડના ભાગે મુકેલ સી.ડી.એમ. મશીનનો આગળનો દરવાજાે વેલ્ડીંગ રોડથી તોડી સેફ લોકર તોડવાનો ચોરો દ્વારા પ્રયાસ કરી અંદાજે ₹. ૫૦,૦૦૦/- નુ નુકસાન પણ કર્યું હોવાની ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બાદ ગત રાત્રે ફરી એક વાર અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બેન્કની બારી તોડી અંદર પ્રવેશ કર્યાેં હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરોએ બેન્કમાં પ્રવેશ કરી બેન્કમાં મુકી રાખેલ સેફ લોકરને મશીન દ્વારા કાપવાનો પ્રયાસ કર્યાેં હતો, બીજી તરફ સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી વાયરો કાપી નાંખ્યાં હોવાનું સામે આવ્યું છે. એક માસમાં જ આ બીજી વાર ચોરીનો પ્રયાસ થતાં પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ મામલે બેન્કના મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments